ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા હાલમાં વિશ્વસ્તરે પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે ઉર્જા પુરવઠા પર ઉભા થયેલા જોખમોને પહોંચી વળવા માટે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને વર્ષ 2025-26 માટે 1452 KL કેરોસીનનો એડહોક જથ્થો ફાળવવામાં આવ્યો છે.આ જથ્થાનો મુખ્ય ઉપયોગ રાંધવા અને પ્રકાશ માટે કરવાનો રહેશે એમ અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે.રાજ્યના નાગરીકોને સાંપ્રત પરિસ્થિતિમાં નીચે મુજબના સૂચનો કરવામાં આવે છે.
એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ
રાજ્યમાં પેટ્રોલ,ડીઝલ તથા એલ.પી.જી નો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.એક જ ગ્રાહક દ્વારા બે સિલિન્ડરના બુકીંગ વચ્ચે શહેરી વિસ્તારમાં ૨૫ દિવસ તથા ગ્રામીણ વિસ્તારમાં ૪૫ દિવસનુ અંતર રાખવા બાબતની સૂચના બહાર પાડેલ છે. જેથી ગ્રાહકો દ્વારા બિનજરૂરી ઓનલાઇન બુકીંગ માટે પ્રયત્ન કરવામાં ન આવે જેથી સર્વર પરનો લોડ ઘટાડી શકાય.રાંધણ ગેસનો બચાવ કરવા બને ત્યા સુધી કુકરનો ઉપયોગ,કઠોડને પલાળીને તેને બાફવા જેવી બાબતો તેમજ વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત તરીકે સોલર કુકર વિગેરેનો ઉપયોગ હિતાવહ છે.
કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી
વધુમાં ઘરમાં ઉર્જાની બચત માટે ACનુ ટેમ્પરેચર ૨પ સેલ્સીયસ કે તેથી વધુ રાખવામાં આવે તે ઇચ્છનીય છે.કેરોસીન વિતરણ બાબતની કોઇ પણ ફરીયાદ માટે ટેલિફોન નંબર -૦૭૯-૦૨૩૨-૫૨૬૮૦ પર સંપર્ક કરી શકાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પેટ્રોલ તથા ડીઝલની મહત્તમ બચત થાય તે માટે બને ત્યા સુધી પબ્લીક ટ્રાન્સ્પોર્ટનો, ભાગીદારીમાં મુસાફરીનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.રાજ્યના આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારના અંત્યોદય તથા પીએચએચ પરીવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જેની કાર્યપધ્ધતિ નીચે મુજબ રહેશે.
કેંન્દ્ર સરકારે ફાળવેલ ૧૪૫૨ KL માથી દરેક જિલ્લામાં કલેક્ટર હસ્તક ૩૬ KL (36 હજાર લીટર ) ની ફાળવણી કરવામા આવશે.
ઉપરોક્ત કેરોસીનના જથ્થામાથી પરીવાર દીઠ ૫ (પાંચ) લીટર તથા સંસ્થા દીઠ ૨૫ (પચ્ચીસ) લીટર ફાળવણી કલેક્ટર કરી શકશે.
આ જથ્થો ૧૨ હજાર લીટરના ગુણાંકમા કલેક્ટર દ્વારા ડીમાન્ડ મોકલી ઉપાડ કરવાનો રહેશે.
કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ પર દેખરેખ રાખવાનુ રહેશે.
કેરોસીનના વિતરણમા નીચે મુજબના લોકોને પ્રાથમિકતા આપવાની રહેશે.
ગ્રામીણ પરિવારો અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ.
શાળા હોસ્ટેલોમાં રહેતા બાળકો અને મધ્યાહ્ન ભોજન કાર્યક્રમ હેઠળની સંસ્થાઓ.
રજિસ્ટર્ડ વૃદ્ધાશ્રમો, અન્નક્ષેત્રો અને અન્ય સેવાકીય સંસ્થાઓ.
બાંધકામ કે ઔદ્યોગિક એકમોમાં કાર્યરત મજૂર વર્ગની ભોજન તૈયારીના હેતુ માટે.
અન્ય સરકારી કે ખાનગી સામાજિક સંસ્થાઓ જે બળતણ માટે સંપૂર્ણપણે LPG પર આધારિત છે.
આ પણ વાંચોઃ Veraval નગરપાલિકાને PGVCLનું અલ્ટીમેટમ: રૂ.1.55 કરોડનું બિલ ન ભરાતા કનેક્શન કાપવાની ચેતવણી