ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિપક્ષના ધારાસભ્યો સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યાં છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી અર્જુન મોઢવાડિયાએ આકરો ટોણો માર્યો હતો. ગૃહમાં નિવેદન આપતાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, સરકારે અત્યાર સુધીમાં સારા કામો કર્યા છે. જેનો કોંગ્રેસે માત્ર અને માત્ર વિરોધ કર્યો છે.
જે વિરોધ શિખવે છે એ પણ સામે જ રહેશે : અર્જુન મોઢવાડિયા
વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, સરકારે રાજ્યમા સારા કામો કર્યા છે. કોંગ્રેસે માત્ર સરકારના કોમોનો વિરોધ કર્યો છે. વિરોધ કરીને હંમેશા તમે સામે જ રહ્યા છો. હજી આગામી 100 વર્ષ સુધી તમે સામે જ રહેશો. જે વિરોધ શિખવે છે એ પણ સામે જ રહેશે. બીજી તરફ મંત્રી અર્જુન મોઢવાડિયા ગૃહમા નિવેદન આપતા હતાં. ત્યારે તેમનાથી ભૂલમાં બોલાઈ ગયું હતું કે, વડાપ્રધાન મોદી દેશમાં સૌથી પહેલા ટ્રેન લાવ્યા છે. તેઓ ઉત્સાહમાં બુલેટ ટ્રેન બોલવાનું ભૂલી ગયા હતાં.
આ પણ વાંચોઃ Gandhinagar News: વડાપ્રધાન મોદી દેશમાં સૌથી પહેલા ટ્રેન લાવ્યા, ગૃહમાં અર્જુન મોઢવાડિયાની જીભ લપસી













