ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં ઘણી વખત રમૂજ થતી હોય છે. ધારાસભ્યો એક બીજાની રમૂજ કરતા હોય છે. ગઈકાલે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પોતાની હાઈટને લઈને અધ્યક્ષ પાસે કાગળમાં જોઈને વાંચવા માટે મંજૂરી માંગી હતી. ટેબલેટમાં નીચુ નમીને વાંચવામાં તકલીફ થતી હોવાથી તેમણે મંજૂરી માગી હતી. આ દરમિયાન કોંગ્રેસે તેમની માગ પર ટીખળ કરી હતી. આજે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગૃહમાં બુલેટ ટ્રેન બોલવા જતાં ભૂલા પડ્યા હતાં.
વડાપ્રધાન મોદી દેશમાં સૌથી પહેલા ટ્રેન લાવ્યા
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગૃહમા નિવેદન આપતા હતાં. ત્યારે તેમનાથી ભૂલમાં બોલાઈ ગયું હતું કે, વડાપ્રધાન મોદી દેશમાં સૌથી પહેલા ટ્રેન લાવ્યા છે. તેઓ ઉત્સાહમાં બુલેટ ટ્રેન બોલવાનું ભૂલી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, હું 30 વર્ષથી ટ્રેનમાં મુસાફરી કરુ છું. ટ્રેનમાં તમામ સુવિધાઓ મળે છે. સુવિધા છતાં ટોઈલેટ ખૂબ સારા હતાં. મોદી સરકારે ટ્રેનને સ્વચ્છ રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. વડાપ્રધાન બન્યા બાદ મોદી દેશમાં પહેલીવાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લાવ્યા છે. બુલેટ ટ્રેનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.













