ગુજરાત વિધાનસભા ગૃહમાં બેરોજગારીના મુદ્દે પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે લેખિત વિગતો રજૂ કરી છે. ધારાસભ્ય અનંત પટેલના પ્રશ્નના પ્રત્યુત્તરમાં સરકારે જણાવ્યું છે કે, 31 જાન્યુઆરી 2026ની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના વલસાડ અને તાપી જિલ્લામાં હજુ પણ મોટી સંખ્યામાં શિક્ષિત અને અર્ધશિક્ષિત યુવાનો રોજગારની શોધમાં છે.
વલસાડ અને તાપી જિલ્લાની સ્થિતિ
સરકારી આંકડા મુજબ વલસાડ જિલ્લામાં કુલ 4,100 બેરોજગારો નોંધાયેલા છે, જેમાંથી 4,012 શિક્ષિત અને 88 અર્ધશિક્ષિત છે. બીજી તરફ તાપી જિલ્લામાં કુલ 3,367 બેરોજગાર નોંધાયા છે, જેમાં 3,287 શિક્ષિત અને 80 જેટલા અર્ધશિક્ષિત યુવાનોનો સમાવેશ થાય છે. આ આંકડો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ (રોજગાર કચેરી)માં નોંધાયેલા ઉમેદવારોનો છે.













