ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે હરિત શુક્લાના સ્થાને સંદિપ સાંગ્લેને જવાબદારી સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સંદિપ સાંગ્લે જવાબદારી નિભાવશે. જ્યારે હરિત શુક્લાને આ જવાબદારીમાંથી મુક્ત કરીને GADમાં મુકવામાં આવ્યા છે. તેમની GADમાં અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે.
હરિત શુક્લા પાસે બે વિભાગના વધારાના ચાર્જ રહેશે
IAS અધિકારી હરિત શુક્લાને પોર્ટ એન્ડ ટ્રાંસપોર્ટ વિભાગના અગ્ર સચિવ તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. IAS હરિત શુક્લા પાસે બે વિભાગના વધારાના ચાર્જ રહેશે. આ ઉપરાંત સ્પીપાના ડાયરેક્ટર તરીકેનો પણ વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત GAS આઈ.આર.વાળાને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે આગામી ઓર્ડર સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ Railway News: સાબરમતી સ્ટેશન પર રીડેવલપમેન્ટ અંતર્ગત બ્લોકને કારણે આ ટ્રેનો થશે પ્રભાવિત













