રાજ્ય સરકાર દ્વારા લાંઘણજ ને નવો તાલુકો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે જે માટે સરકાર દ્વારા કલોલ તાલુકાના ચાર ગામો જેમાં વેડા તથા હિંમતપુરા વેડા અને ગોવિંદપુરા વેડા તથા ખોરજ ડાભી નો લાંઘણજ તાલુકામાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે


નવા તાલુકામાં સમાવવા બાબતે વ્યાપક વિરોધ

જેના પગલે આ ચારેય ગામોના લોકોનો નવા તાલુકામાં સમાવવા બાબતે વ્યાપક વિરોધ થઈ રહ્યો છે ચારેય ગામના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બાબતે તેઓએ કલોલ મામલતદાર તથા કલોલ તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું છે.

કલોલ તાલુકામાં યથાવત રાખવામાં આવે તેવી માગ

ગ્રામજનોએ તેમના ગામોનો લાંઘણજ તાલુકામાં સમાવેશ કરવામાં ન આવે અને કલોલ તાલુકામાં યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ ચારેય ગામોના લોકોનો વ્યવહાર કલોલ તાલુકા સાથે છે જેમાં શૈક્ષણિક કે સામાજિક અને અન્ય રીતે વર્ષોથી કલોલ તાલુકા સાથે સંકળાયેલા છે અને લાઘણજ તાલુકામાં ભેળવવામાં આવે તો તમામ ગામોને આર્થિક સામાજિક રીતે મોટું નુકસાન થાય તેમ હોવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની તૈયારીઓ

આ બાબતે સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો----      Gandhinagar : મંત્રી મનિષા વકીલના અસ્પષ્ટ જવાબોથી કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, પૂર્વ અધ્યક્ષે વકીલને ટોણો માર્યો, ગુજરાતીમાં જવાબ આપો


  • Follow us on: