ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં થઈ રહેલા સતત શહેરી વિસ્તરણને ધ્યાનમાં રાખીને નાગરિકોની સુરક્ષા માટે ફાયર વિભાગને વધુ સજ્જ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ફાયર બ્રિગેડના કાફલામાં નવા અદ્યતન 9 ફાયર વાહનોનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનાથી કટોકટીના સમયે કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે.


કાફલામાં કયા વાહનોનો થયો ઉમેરો?

ફાયર વિભાગ દ્વારા અત્યંત આધુનિક ટેકનોલોજી ધરાવતા વાહનો વસાવવામાં આવ્યા છે, જેમાં 3 ગજરાજ (વોટર ટેન્કર) - જે પાણીની મોટી ક્ષમતા ધરાવે છે, 3 ઇમરજન્સી (રેસ્ક્યૂ) ટેન્ડર - અકસ્માત કે અન્ય આફતોમાં બચાવ કામગીરી માટે અને 3 મીની ફાયર ફાઇટર - સાંકડી ગલીઓ કે ઓછી જગ્યામાં ઝડપથી પહોંચવા માટે ઉપયોગ થાય છે. એમ કૂલ 9 નવા વાહનોનો સમાવેશ ગાંધીનગર ફાયર વિભાગમાં કરવામાં આવ્યો છે.

કયા વિસ્તારોને મળશે લાભ?

ગાંધીનગર શહેરની હદ વિસ્તર્યા બાદ નવા બનેલા સબ ફાયર સ્ટેશનો પર આ સુવિધા ફાળવવામાં આવશે. મુખ્યત્વે સરગાસણ, ભાટ અને રાંધેજા સબ ફાયર સ્ટેશનોને આ નવા વાહનો સોંપવામાં આવશે. આ વિસ્તારોમાં વસ્તી અને ઈમારતોની સંખ્યા વધતા ફાયર સ્ટેશન પર આધુનિક સંસાધનોની જરૂરિયાત ઊભી થઈ હતી, જે હવે પૂર્ણ થઈ છે. આ નવા વાહનોના આવવાથી આગ જેવી દુર્ઘટનાઓ સમયે પ્રતિસાદ સમય (Response Time) ઘટશે અને જાન-માલનું નુકસાન અટકાવવામાં મોટી મદદ મળશે.


આ પણ વાંચો - Gandhinagar News: ચાંદખેડા દુષ્કર્મ કેસમાં કોર્ટનો ચુકાદો, આરોપી રમેશ પ્રજાપતિને 14 વર્ષની સખ્ત કેદની સજા


  • Follow us on: