ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ પોલિસી સુધારા માટે સ્ટેટ લેવલ એપ્રુવલ કમિટીની બેઠક યોજાઈ. રાજ્ય સરકારે વર્ષ 2024માં આ ટેક્સટાઇલ પોલિસી અમલી બનાવી હતી અને હાલ ગેઝેટમાં સુધારો લાવવાની તૈયારી કરી રહી છે.
ઉદ્યોગ વિભાગ, જીપીસીબી અને ગુજરાત ચેમ્બરના પ્રતિનિધિઓ હાજર
બેઠકમાં ઉદ્યોગ વિભાગ, જીપીસીબી અને ગુજરાત ચેમ્બરના (GCCI) પ્રતિનિધિઓ હાજર રહ્યા. બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે ટેક્સટાઇલ પોલિસીમાં રૂટિન ફેરફારોને કેવી રીતે અમલમાં લાવવા અને તેનો ફાયદા રાજ્યને કેવી રીતે થશે.













