ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ, બી.એન. યુગાન્ધર ગ્રામીણ અધ્યયન કેન્દ્ર(BNYCRS), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમી(LBSNAA), મસુરી અને ગુજરાતના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE)ના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનર્સ માટે NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ સહ વર્કશોપનું આયોજન કરાયું હતું,


કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી

શુક્રવારે આ વર્કશોપના બીજા અને અંતિમ દિવસે, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. શ્રીમતી જયંતિ રવિએ, દેશનાં વિવિધ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ગુજરાત આવેલા, કુલ 170 અધિકારીઓને ખાસ સંબોધન કરતા જણાવ્યું હતું કે, NAKSHAને સફળ બનાવવા માટે પારદર્શકતા, પ્રામાણિકતા, જ્ઞાન, આંતરિક સમજણ અને કો- ઓર્ડિનેશન ખૂબ જરૂરી છે. કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી. કોમ્પિટિશનનો સમય નથી રહ્યો, હવે સાથે મળીને સહભાગિતાથી કામ કરવાનો જમાનો છે. બધાને સાથે રાખીને આગળ વધવાનું છે. આપણો દેશ વિવિધ ભાષા વિવિધ લોકોનો બનેલો છે. અલગ અલગ જગ્યાના, અલગ અલગ પ્રોબ્લેમ્સ છે, એના ઉકેલ પણ અલગ અલગ હોઈ શકે છે.

સરકારમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી

લોકોના પ્રોબ્લેમ્સ વિશે પણ વિચારવું પડે. સરકારમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. સરકારે પણ ક્યારેક સમય સાથે પોલિસી ચેન્જ કરવાની જરૂર હોય છે. આ માટે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કો-ઓર્ડિનેશન ખૂબ મહત્ત્વનું છે. કોઈ કામ એકલા હાથે કરી શકાતું નથી. લોકો સરકારમાં વિશ્વાસ રાખે તો કામ વધુ સરળ બનશે. NAKSHA અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અધિકારીઓએ IEC પ્રવૃત્તિ કરવી ખૂબ જરૂરી છે.

સતત નવું શીખવાની પ્રોસેસ તમને પ્રોબ્લેમ્સના સોલ્યુશન તરફ લઈ જશે

તેમણે અધિકારીઓનો જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, કામ કરશો તો સમસ્યા તો આવશે પણ સતત નવું શીખવાની પ્રોસેસ, તમને પ્રોબ્લેમ્સના સોલ્યુશન તરફ લઈ જશે. લોકોને પણ પોતાના કોર્ટ કેસ, પરિવાર વચ્ચેનો વિખવાદ, સંઘર્ષ ઘણું હોય છે, આથી લોકોની નાડ પારખીને કામ કરવું પડે. સોફ્ટવેર, નવી ટેકનોલોજી, નિયમો, મૂળભૂત સિદ્ધાંતો વગેરે અંગે શહેરોનાં લોકોને સમજાવવું પડે. ક્યારેક લોકો આવી બાબતોથી અજાણ હોય છે. આવી તાલીમ સહ વર્કશોપ એકબીજા સાથેની ચર્ચા અને શીખવાનો અવસર આપે છે. તેમણે અધિકારીઓને પૂરતા આત્મવિશ્વાસ અને ખુલ્લા મન સાથે ફિલ્ડમાં ગ્રાઉન્ડ પર લીડર તરીકે હિંમતથી જવા માટે અનુરોધ કર્યો હતો.

NAKSHAનો તાલીમ સહ વર્કશોપ યોજવા માટે અભિનંદન આપ્યા

ગુજરાતના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ LBSNAA, BNYCRS, CoE in LAMના અધિકારીઓને NAKSHAનો તાલીમ સહ વર્કશોપ યોજવા માટે અભિનંદન આપ્યા હતા.ડૉ. જયંતિ રવિ વિવિધ રાજ્યોના ગ્રુપ પ્રેઝન્ટેશન અને ચર્ચામાં જોડાયા હતા. આ અવસરે આસામ સરકારના સરવે વિભાગના એડિશનલ ડાયરેકટર તન્વી અહમદે NAKSHA ના અમલીકરણ માટે, આસામ રાજ્યમાં કરવામાં આવેલી IECની બેસ્ટ પ્રેક્ટિસીસ અને જન જાગૃતિના પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

સ્ટેટસ, ચેલેંજીસ અને સોલ્યુશન અંગેના પોતાના વિચારો રજૂ કર્યા

કર્ણાટક સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર કટારિયાએ, કર્ણાટકમાં NAKSHAના સિટી સર્વેના અનુભવો અને આયોજન અંગેનો પોતાનો રાજ્ય અનુભવ સહભાગીઓને જણાવ્યો હતો. વર્કશોપના અંતે સહભાગીઓએ NAKSHAના અમલ અંગેની ચર્ચામાં સ્ટેટસ, ચેલેંજીસ અને સોલ્યુશન અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા. તાલીમાર્થીઓને સરવે ઓફ ઇન્ડિયા, ગુજરાત ડાયરેક્ટોરેટના સરવે અધિકારીઓ દ્વારા ETS અને DGPSથી મિલકતોના Ground Truthing માટેની હેન્ડ્સ ઓન તાલીમ પણ આપવામાં આવી હતી.

100 અધિકારીઓને, અધિક મુખ્ય સચિવના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા

 દેશના આંધ્રપ્રદેશ, છત્તીસગઢ ,ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરાલા, તમિલનાડુ અને પુડુચેરીમાંથી આવેલા 70 અધિકારી અને ગુજરાતના લેન્ડ રેકોર્ડ વિભાગ સાથે સંકળાયેલા કુલ 100 અધિકારીઓને, અધિક મુખ્ય સચિવના હસ્તે મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયના ભૂમિ સંસાધન વિભાગના ડાયરેક્ટર શ્યામ કુમાર, LBSNAAના ડેપ્યુટી ડાયરેક્ટર (IAS)રાજેશ મીના, ગુજરાતના સેટલમેન્ટ કમિશનર અને લેન્ડ રેકોર્ડના ડાયરેક્ટર બી.એ.શાહ (IAS), NAKSHA સાથે સંકળાયેલા અધિકારીઓ, ગાંધીનગરના કલેક્ટર મેહુલ દવે, CoE in LAM અને DISRAના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો----   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

  • Follow us on: