રાજ્ય વિધાનસભામાં આજે AAPના MLA હેમંત ખવાએ લગ્ન નોંધણી સુધારા વિધેયક પર પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે લગ્ન નોંધણી સુધારા વિધેયક ગઇકાલે મારા દ્વારા રજૂ કરાયું હતું અને કાયદો બનાવવા બદલ સરકારને અભિનંદન.


દીકરીઓને બ્લેકમેઇલ કરીને આવા કૃત્યો થતાં હોય છે

હેમંત ખવાને જણાવ્યું કે, “દીકરીઓને બ્લેકમેઇલ કરીને આવા કૃત્યો થતાં હોય છે. આ માટે કાયદો લાવવો જરૂરી હતો. જે મુજબ ગૃહમાં વાત કરવામાં આવી, તે અપેક્ષા મુજબ કાયદો બનશે.”

અપેક્ષા મુજબ કાયદો બનશે તો ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સ્વાગત કરીશ

આવી ધારણાને ધ્યાનમાં રાખીને તેમણે ઉમેર્યું, “અપેક્ષા મુજબ કાયદો બનશે તો ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સ્વાગત કરીશ.”

રાજ્યભરમાં સૂચનો મગાવવાની પ્રક્રિયાને પણ પ્રશંસા કરી

MLA ખવાએ કાયદા અંગે રાજ્યભરમાં સૂચનો મગાવવાની પ્રક્રિયાને પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે આ કાયદો લાવવો જરુરી હતો


આ પણ વાંચો-----    Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

  • Follow us on: