રાજ્યમાં લગ્ન નોંધણી સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો આજે સવારે 10 વાગ્યે વિધાનસભા ગૃહમાં જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સામાજિક આગેવાનો ગૃહમાં ખાસ ઉપસ્થિત રહેશે.


પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ગૃહમાં હાજર રહેશે

માહિતી મુજબ, પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આ ઐતિહાસિક જાહેરાત સમયે વિધાનસભામાં હાજરી આપશે. સમાજના અગ્રણી નેતાઓ જેમ કે દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ સહિતના આગેવાનો કાર્યક્રમમાં જોડાશે.

 મુખ્યમંત્રી અને ઉપમુખ્‍યમંત્રીનું સામાજિક આગેવાનો દ્વારા સન્માન થશે

જાહેરાત પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને ઉપમુખ્‍યમંત્રીનું સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવશે. રાજ્ય સરકાર અને સમાજના પ્રતિનિધિઓ વચ્ચે સંવાદ અને સહકારનું પ્રતિબિંબ રૂપે આ કાર્યક્રમ જોવામાં આવી રહ્યો છે.

સામાજિક વર્તુળોમાં આ ફેરફારોને લઈને ભારે ઉત્સુકતા

રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ ફેરફારોને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે સરકાર દ્વારા જાહેર થનારા નિયમો પર સૌની નજર ટકેલી છે..


આ પણ વાંચો----     Gujarat Latest News Live : ગુજરાતમાં બપોરના સમયે ગરમીની થઈ શરૂઆત


  • Follow us on: