મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ, જેમાં તાજેતરમાં રજૂ થયેલા રાજ્ય બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન મંત્રીઓ અને સચિવોએ મુખ્યમંત્રી તેમજ નાણાં મંત્રીને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


સરકારે કાર્યક્ષમતા વધારી બજેટમાં 10 ટકા વધારો કર્યો

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યની આવકમાં ઘટાડો છતાં સરકારે કાર્યક્ષમતા વધારી બજેટમાં 10 ટકા વધારો કર્યો છે.

GST મુદ્દે કેન્દ્ર સરકારે રાહત આપતાં ટેક્સદાતાઓને લાભ થયો

તેમણે કહ્યું કે રાજ્યની આવક અને જાવક અંગે ચર્ચા ચાલી રહી છે.તથા તજજ્ઞો અને અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા ચાલી રહી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મુજબ બજેટ ફાળવણી કરવામાં આવી છે. SC અને ST વિભાગને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને GST મુદ્દે કેન્દ્ર સરકારે રાહત આપતાં ટેક્સદાતાઓને લાભ થયો હોવાનું જણાવાયું.

સત્ર પૂર્ણ થતા જ બજેટની જોગવાઈઓ અમલમાં

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે બજેટ સત્ર પૂર્ણ થતા જ બજેટની જોગવાઈઓ અમલમાં મૂકાશે. મુખ્યમંત્રીએ સચિવોને સૂચના આપી છે કે બજેટ પૂર્ણ થયા બાદ તરત જ રકમની ફાળવણી કરવામાં આવે.

ચીફ સેક્રેટરી સમીક્ષા કરીને જરૂરી વિગતો આપે

ચીફ સેક્રેટરી આગામી 15 દિવસમાં વહીવટી મંજૂરી, જમીન હસ્તાંતરણ અને વિકાસ પ્રકલ્પોની પ્રક્રિયા અંગે સમીક્ષા કરીને જરૂરી મંજૂરીઓ આપે જેથી કેન્દ્ર સરકાર કે અન્ય વિભાગો પાસેથી લેવાની મંજૂરી મેળવી શકાય.


આ પણ વાંચો-----     Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..


  • Follow us on: