રાજ્યની શાળાઓમાં અવાર નવાર બોમ્બની ધમકીના મેઇલ મળતા રહ્યા છે અને હવે આગામી સમયમાં બોર્ડ પરીક્ષાઓ શરુ થઇ રહી છે જેના પગલે રાજ્ય સરકાર ગંભીર બની ગઇ છે. રાજ્ય સરકારે બોમ્બની ધમકીઓ અંગે ગંભીર પગલાં લેવા શરૂ કર્યા છે.


ધમકી આવે તો સ્કૂલ તુરંત ખાલી નહિ થાય

સરકારની બેઠકમાં નક્કી કરાયું છે કે જો કોઇ સ્કૂલને બોમ્બની ધમકી મળે તો પણ તે તુરંત ખાલી નહિ થાય. ખાસ કરીને ગંભીરતા જાણ્યા પછી જ સ્કૂલ ખાલી કરવી કે નહી તે માટે નિર્ણય લેવાશે.

પહેલા ગંભીરતા જાણવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે

સચિવ, કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે બોમ્બની ધમકીની પહેલા ગંભીરતા જાણવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવાશે. આ માટે શાળા અને પોલીસ ખાસ નોડલ અધિકારી પણ નિમશે.

બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય

આ નિર્ણય બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જે 26 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓના સુરક્ષાને અગ્રતા આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર બિનજરૂરી દબાણ ન આવે..


આ પણ વાંચો-----     Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..


  • Follow us on: