રાજ્ય સરકારની ઉદાસીનતા અને આળસના કારણે આદિજાતિ વિસ્તાર માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.


 6,663.95 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો

સરકારે વિધાનસભામાં આપેલી માહિતીના આધારે ખુલાસો થયો છે કે 6,663.95 લાખ રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ જ ના થયો હોવાથી આ ગ્રાન્ટ વપરાયા વગર જ પડી રહી છે.

સરકારની ઉદાસીનતાથી ગ્રાન્ટ જ વપરાઇ ન હતી

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે 2,727.27 લાખ અને 2025-26 માટે 3,936.28 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ વિકાસ કાર્ય, શિક્ષણ, આરોગ્ય અને જાહેર સંસાધનો માટે ઉપયોગમાં લાવવાનો ઉદ્દેશ ધરાવે છે, પરંતુ રાજ્ય સરકારની ઉદાસીનતાથી ગ્રાન્ટ જ વપરાઇ ન હતી

.

આ પણ વાંચો-----    Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..

  • Follow us on: