ગાંધીનગર જિલ્લામાં પોલીસ આવાસ અને જેલ સહિતના બાંધકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દહેગામ ખાતે બનનારી જેલનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના બજેટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગમાં 273 કરોડના ખર્ચે પોલીસ પ્રજાની રક્ષા કરે અને સરકાર પોલીસ ની દરકાર કરે એ માટે આવાસ નું ખાતમુહુર્ત કર્યું છે. બજેટમા પોલીસ પરિવાર માટે આગામી પાંચ વર્ષમાં 20400 મકાન બનશે.
પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઇએ
નાયબ મુખ્યમંત્રીએ પોલીસને પડકાર ફેંકનારાને ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, પડકાર ફેંકનારના પોલીસ એવા હાલ કરશે કે હનુમાન દાદાની પૂજા કરવી પડશે. સરકારે પોલીસને તમામ પ્રકારની છૂટ આપી છે. ગુજરાતના કોઈપણ ક્ષેત્રમાં પોલીસને ફ્રી હેન્ડ અપાયો છે. લોકો સોશિયલ મીડિયાથી મને જાણ કરે છે. પ્રેશર કે ભલામણ કરનારાના હાથ ધ્રુજવા જોઈએ.













