આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતાં. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉદ્યોગ અગ્રણીઓએ વિધાનસભામાં બેસીને બજેટ નિહાળ્યુ હતું.
બજેટ બાદ મુખ્યમંત્રીનો ઉદ્યોગ અગ્રણીઓ સાથે સંવાદ
મુખ્યમંત્રીએ હાજર રહેલા તમામ અગ્રણીઓ સાથે બજેટ અંગે ચર્ચાઓ કરી હતી. જેમાં ઉદ્યોગકારોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા હતાં. રાજ્યના ઉદ્યોગ અગ્રણીઓએ બજેટની વિવિધ જોગવાઈઓની સરાહના પણ કરી હતી. આગામી આયોજનોને લઈને પણ વિગતવાર ચર્ચાઓ કરાઈ હતી. ટેક્સટાઈલ, GIDC, સ્પોર્ટ્સ સેક્ટર, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, સ્ટોરેજ ટેકનોલોજી સહિતના ક્ષેત્રોની જોગવાઈઓ અંગે વિગતવાર ચર્ચાઓ કરાઈ હતી.













