રાજ્યના 2026-27ના વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પત્રકાર પરિષદમાં પોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા. તેમણે બજેટને તર્ક આધારિત અને પ્રગતિ-ઉન્નતિના નવા આયામો ધરાવતું જાહેર કર્યું છે.


GYAN કેન્દ્રમાં રાખ્યું છે

તેમણે બુધવારે નાણાં મંત્રીએ રજૂ કરેલા વિક્રમી અંદાજપત્રને ગુજરાતની જનતા માટે આવકાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગત વર્ષની તુલનામાં બજેટમાં ૧૦.૨ ટકા વધારો થયો છે. પ્રગતિ અને ઉન્નતિના નવનવા આયામો સર કરવા માટે આ બજેટ પ્રયત્નરૂપ છે. દેશમાં ગુજરાત મોખરે છે, અને GYAN કેન્દ્રમાં રાખ્યું છે.

૩.૧૫ લાખ નવા આવાસની જાહેરાત

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે ૩.૧૫ લાખ નવા આવાસની જાહેરાત, ૭૫ લાખ કુટુંબો અન્ન અને 121 કેન્દ્રો દ્વારા માત્ર ૫ રુપિયામાં ભોજન ઉપલબ્ધ કરાવવી જેવી વાતોનો પણ બજેટમાં સમાવેશ કરાયો છે.

અમદાવાદમાં યુવાનો માટે રિસર્ચ પાર્ક બનશે

તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં ૩૬% કરતાં વધુ યુવાનો છે, તેમને લાભ આપવા માટે ૨૨૬ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. અમદાવાદમાં યુવાનો માટે રિસર્ચ પાર્ક બનશે, જેથી નવાશોધ અને સ્ટાર્ટઅપની સંભાવનાઓ વધશે.

 સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે

તેમણે એમ પણ કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતો સાથે રહી છે, માવઠા અને નુકસાન સમયે સહાય પ્રદાન કરી છે. ૯.૫૦ લાખ ખેડૂત પાસેથી ટેકાના ભાવે પાક ખરીદી કરી છે અને કિસાન ક્રેડિટ યોજના હેઠળ વ્યાજ સહાય આપવામાં આવી છે. બાયો સીએનજી પ્લાન્ટ રાજ્યના ૪ ઝોનમાં સ્થાપિત થશે.

આદિવાસી વિસ્તાર માટે ૩૫ હજાર કરોડની રકમ ફાળવી

સાથે જ આદિવાસી વિસ્તાર માટે ૩૫ હજાર કરોડની રકમ ફાળવી, ૫ નવી જીઆઈડીસી સ્થાપિત કરાશે આદિજાતી અને અનુસૂચિત જાતિ માટે શિષ્યવૃત્તિ યોજનાઓ પણ જાહેર કરાઇ છે.

સોમનાથને વૈશ્વિક પ્રવાસ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની યોજના

તેમણે જણાવ્યું હતું કે ૩૬૦ કરોડ રૂપિયા નવી આંગણવાડી માટે ફાળવ્યા છે તથા ૨૫ જીઆઈડીસીને સ્માર્ટ બનાવશે, ૫ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે અને આ તમામ આયામો “ગ્રીન ગુજરાત” બનાવવા માટે ઉપયોગી બનશે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ૧૨૦૦ કરોડની ફાળવણી કરાઇ છે અને સોમનાથને વૈશ્વિક પ્રવાસ માટે ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવાની યોજના છે.

ગુજરાત સરકારનો પ્રયાસ છે કે રાજ્યના દરેક વિસ્તાર વિકાસથી વંચિત ન રહે

વિશ્વકર્માએ જણાવ્યું કે, ગુજરાત સરકારનો પ્રયાસ છે કે રાજ્યના દરેક વિસ્તાર વિકાસથી વંચિત ન રહે, યુવાનોને નવો અભ્યાસ અને રોજગારી મળે અને દરેક યોજના વાસ્તવિક લાભકારક બને.


આ પણ વાંચો-----    Gujarat Budget 2026 : એક જ ક્લિકમાં વાંચી લો રાજ્યનું બજેટ ટુ ધ પોઇન્ટ..

  • Follow us on: