ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડનો હાહાકાર મચી જવા પામ્યો છે. રોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં કોંગો ફિવરનો કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. પીંડારડા ગામમાં કોંગો ફિવરનો કેસ નોંધાયો છે. કેસ પોઝિટિવ આવતા દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે.


જિલ્લામાં પણ હવે કોંગો ફિવરનો કેસ સામે આવ્યો

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે જિલ્લામાં પણ હવે કોંગો ફિવરનો કેસ સામે આવ્યો છે.પિંડારડા ગામમાં કોંગો ફિવરનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઈ ગઈ છે. દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પીડારડા ગામમાં આરોગ્ય વિભાગની બે ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. કોંગો ફિવરને પગલે પશુપાલન વિભાગ પણ સક્રિય થયો છે. ગામમાં સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.


આ પણ વાંચોઃ Surat: મનપાને મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં એવોર્ડ, રાજ્ય કક્ષાએ સેકન્ડ બેસ્ટ પરફોર્મર શહેર


  • Follow us on: