રાજ્યપાલના સંબોધન પર ચર્ચા દરમિયાન વિધાનસભામાં ભાજપના MLA ઉદય કાનગડે રાજકીય ટિપ્પણીઓ સાથે જ્યોતિષીય અંદાજ રજૂ કર્યો હતો


કોંગ્રેસની વિધાનસભાની કુંડળીમાં બારમીએ રાહુ

ચર્ચા દરમિયાન ઉદય કાનગડે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસની વિધાનસભાની કુંડળીમાં બારમીએ રાહુ છે.

કોંગ્રેસની કુંડળીમાં રાહુ સાથે કેતુ પણ ભળ્યો

તેમણે વધુમાં ઉમેર્યું કે, કોંગ્રેસની કુંડળીમાં રાહુ સાથે કેતુ પણ ભળ્યો છે, જેના કારણે ગુજરાતમાં કોંગ્રેસના ભાગ્ય સુધરે તેવી સ્થિતિ નથી.

 અમારી કુંડળીમાં ગુરુ છે, જે સત્તા અપાવે છે.

તેમણે ભાજપ વિશે જણાવ્યું કે અમારી કુંડળીમાં ગુરુ છે, જે સત્તા અપાવે છે. તેમની આ ટિપ્પણીઓ બાદ ગૃહમાં હાસ્યનો માહોલ સર્જાયો હતો.

જ્યોતિષીય ટિપ્પણીઓથી ગૃહમાં થોડો સમય હળવો માહોલ

 ચર્ચા દરમિયાન કરવામાં આવેલી આ જ્યોતિષીય ટિપ્પણીઓથી ગૃહમાં થોડો સમય હળવો માહોલ જોવા મળ્યો, ત્યારબાદ સભ્યોએ રાજ્યપાલના સંબોધન પર નિયમિત ચર્ચા આગળ વધારી હતી.


આ પણ વાંચો----    Gujarat Latest News Live : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન 3 દિવસીય ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

  • Follow us on: