ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની નિયમિત બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા રાજ્યના વિકાસ અને ખેડૂતલક્ષી મુદ્દાઓ પર કેન્દ્રિત રહ્યો હતો. બેઠકમાં તાજેતરમાં ગુજરાતને મળેલી કોમનવેલ્થ ગેમ્સની સફળ યજમાનીની તક બદલ એક ખાસ અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.


મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

આ ઉપરાંત, ખેડૂતોને અસર કરતા બે મોટા મુદ્દાઓ પર સઘન સમીક્ષા કરવામાં આવી: એક, ટેકાના ભાવે જણસીની થતી ખરીદીની વર્તમાન સ્થિતિ અને બીજું, કૃષિ રાહત પેકેજની ચૂકવણી ક્યાં પહોંચી છે તેની સમીક્ષા. રાજ્યમાં ખેતી માટે મહત્ત્વના એવા કેનાલોમાં પાણી છોડવા અંગે પણ કેબિનેટમાં વિગતવાર ચર્ચા થઈ હતી. સાથે જ, રાજ્યના રોડ-રસ્તાઓની પરિસ્થિતિ અંગે પણ માર્ગ અને મકાન વિભાગ પાસેથી અપડેટ લેવામાં આવી હતી. છેલ્લે, આગામી સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અને આયોજન અંગે પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad હવા ઝેરી બની, સોલામાં AQI 203 ને પાર, પ્રદૂષણ દર્શાવતા સરકારી બોર્ડ બંધ હાલતમાં... 

  • Follow us on: