રાજ્યના બાળકો અને તરુણોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા. ૨૪ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતેથી “ટાઈપ-૧ ડાયાબીટીસ (જુવેનાઈલ ડાયાબીટીસ) નિયંત્રણ કાર્યક્રમ”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે.


તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ટાઈપ-૧ ડાયાબીટીસ ધરાવતા તમામ દર્દીઓને વહેલું નિદાન, સચોટ સારવાર અને લાંબાગાળાની સંભાળ પૂરી પાડી તેમને કોમ્પ્લીકેશન મુક્ત અને ગુણવત્તાસભર જીવન આપવાનો છે.

દર્દીએ જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય થઇ જાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે, ટાઈપ-૧ ડાયાબીટીસ એ લાઈફસ્ટાઈલ સંબંધિત નહીં પરંતુ એક ઓટો ઇમ્યુન અને બિનચેપી રોગ છે. આ રોગમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરી શકતું નથી, તેથી દર્દીએ જીવનભર ઇન્સ્યુલિન લેવું અનિવાર્ય થઇ જાય છે. 


આ પણ વાંચો----  Gujarat માં 26 આઇએએસ અધિકારીઓની બદલી, સંજીવ કુમાર મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી નિમાયા

  • Follow us on: