ગાંધીનગરમાં બે દિવસ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં છે. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં પોલીસને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ પ્રજાનો વિશ્વાસ કેળવવો પડશે. જનતા તમારા સુધી નાની નાની માહિતી પહોંચાડશે.


તમારે જનતાનો વિશ્વાસ કેળવવો પડશે

મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં પોલીસ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, તમારે જનતાનો વિશ્વાસ કેળવવો પડશે. જનતા જ તમને નાની નાની માહિતી પહોંચાડશે. પ્રજા દ્વારા અપાતી માહિતી જ તમારી સાચી આઈબી છે. જનતાને તમારી પર ભરોસો હશે તો જ તે તમને માહિતી આપશે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસ અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે, જરૂરી નથી કે તમે જે કરો છો એ બેસ્ટ છે.તમારા કરતા બીજા જિલ્લાની પોલીસ સારૂ કામ કરતી હશે.અન્યની સારી વસ્તુઓ આપણે શીખવાની છે.નવી વસ્તુઓ શીખવા ઇગો બહાર મુકીને આવવું પડશે.બધા અધિકારીઓ પાસે બધી આવડત હોય તે જરૂરી નથી

સ્માર્ટ પોલીસિંગ અને સાયબર ક્રાઈમ મુદ્દે ચર્ચાઓ થશે

આ કોન્ફરન્સમાં સ્માર્ટ પોલીસિંગ અને સાયબર ક્રાઈમ મુદ્દે ચર્ચાઓ થશે. સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગ, આતંકવાદ, ક્રાઇમ રેટ અંગે પણ ચર્ચાઓ કરાશે. પોલીસની કામગીરી અને બેસ્ટ પ્રેક્ટિસ અંગે પ્રેઝન્ટેશન થશે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, દરેક એકમમાં થયેલી કામગીરી સરાહનીય છે.ડ્રાઈવ, કોમ્યુનિટી રીચમાં સારી કામગીરી છે.આત્મમંથનથી સુધારણાનો અવકાશ રહે છે. મુખ્ય સચિવ એમ કે દાસે કહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં અંધાધૂધ ફાયરિંગ થયું હતુ પણ ગુજરાત આજે સુરક્ષિત છે. પાડોશી દેશોમાં જેનઝીને ભડકાયા હતાં. આપણાં દેશમાં આવા લોકો સફળ ના થઈ શક્યા. ઈન્ટેલિજન્સ પર ખૂબ ભાર મુકવાની જરૂર છે.


આ પણ વાંચોઃ Surat News : પતિએ જ રચેલા મોતના ષડયંત્રનો અંત, ફાયરિંગનો ભોગ બનેલા RFO સોનલ સોલંકીએ અંતિમ શ્વાસ લીધા


  • Follow us on: