રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મોટી રાહત જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર મુજબ હવે દિવ્યાંગ બાળકોને પરીક્ષાના પ્રશ્નપત્રો પૂર્ણ કરવા માટે સામાન્ય વિદ્યાર્થીઓ કરતા વધુ સમય ફાળવવામાં આવશે. નવા નિયમો મુજબ 1 કલાકની પરીક્ષાના પેપરમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 મિનિટનો વધારાનો સમય મળશે.


દિવ્યાંગોને 1 કલાકના પેપરમાં 10 મિનિટ વધુ મળશે

જ્યારે 3 કલાકના મુખ્ય પેપર માટે તેમને 1 કલાક જેટલો વધુ સમય આપવામાં આવશે. આ નિર્ણયથી જે વિદ્યાર્થીઓને લખવામાં કે સમજવામાં શારીરિક મર્યાદાઓ નડે છે, તેમને પેપર શાંતિથી પૂર્ણ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. ખાસ કરીને દ્રષ્ટિહીન કે દ્રષ્ટિની ખામી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નકશા પૂર્તિ કે આકૃતિ દોરવી મુશ્કેલ હોય છે.

દ્રષ્ટિહીન વિદ્યાર્થીને નકશા દોરવામાં ઓપ્શન મળશે

આ સમસ્યાના ઉકેલ માટે સરકારે સૂચના આપી છે કે આવા પ્રશ્નોના બદલે વિદ્યાર્થીઓને અન્ય વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવે, જેથી તેઓ નકશા દોર્યા વિના પણ ગુણ મેળવી શકે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી લાખો દિવ્યાંગ વિદ્યાર્થીઓનું મનોબળ વધશે અને તેઓ શૈક્ષણિક પરિણામોમાં સુધારો કરી શકશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: