ગાંધીનગર ખાતે વિધાનસભામાં વીજળી ખરીદીના મુદ્દે મહત્વની માહિતી સામે આવી છે. વિધાનસભામાં શૈલેષ પરમાર દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં વીજળીની માંગ પૂરી કરવા ખાનગી વીજ ઉત્પાદન એકમો પાસેથી મોટા પ્રમાણમાં વીજળી ખરીદવામાં આવી છે.


કુલ 1,01,161 મિલિયન યુનિટ વીજળી ખાનગી એકમો પાસેથી ખરીદાઇ

સરકારના જવાબ મુજબ વર્ષ 2024 અને 2025 દરમિયાન કુલ 1,01,161 મિલિયન યુનિટ વીજળી ખાનગી એકમો પાસેથી ખરીદવામાં આવી હતી. જેમાં વર્ષ 2024 દરમિયાન 48,808 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હતી, જ્યારે વર્ષ 2025 દરમિયાન 52,353 મિલિયન યુનિટ વીજળી ખરીદવામાં આવી હોવાનું જણાવાયું છે.

 રૂ. 22,503 કરોડનો ખર્ચ થયો

આ ઉપરાંત વીજળી ખરીદી માટે કરવામાં આવેલા ખર્ચ અંગે પણ માહિતી આપવામાં આવી છે. વર્ષ 2024માં ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવા માટે પ્રતિ યુનિટ રૂ. 4.61 મુજબ કુલ આશરે રૂ. 22,503 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે વર્ષ 2025 દરમિયાન પ્રતિ યુનિટ રૂ. 4.48 મુજબ કુલ આશરે રૂ. 23,430 કરોડ ખર્ચવામાં આવ્યા હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવો પ્રયાસ

સરકારના જવાબ મુજબ રાજ્યમાં વધતી વીજળીની માંગ અને પૂરતા પુરવઠા માટે ખાનગી વીજ ઉત્પાદન એકમો પાસેથી વીજળી ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા રાજ્યમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે.


આ પણ વાંચો----     Gandhinagar : ગેસની સ્થિતિ પર જીતુ વાઘાણીનું નિવેદન, સરકાર પાસે હાલ પૂરતા પ્રમાણમાં જથ્થો છે

  • Follow us on: