ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના વિકાસ માટે કુલ 255 કરોડ રૂપિયાથી વધુના 38 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય સાથે શહેરમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે પગલાં લેવામાં આવશે.
પાર્કિંગ પોલિસી 2022ના અમલ અંગે ચર્ચા
બેઠકમાં ખાસ કરીને શહેર માટે મહત્વપૂર્ણ પાર્કિંગ પોલિસી 2022ના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે આ પાર્કિંગ પોલિસીને અમલમાં લાવવા માટે આગામી દિવસોમાં ફાઇનલ પ્લાન તૈયાર કરી કામગીરી શરૂ કરવામાં આવશે. શહેરમાં વધતા વાહનોને ધ્યાનમાં રાખીને આ પોલિસી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.













