ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે 15મો દિવસ છે. આજે ગૃહની પ્રથમ બેઠક સવારે નવ વાગ્યાથી શરૂ થઈ છે. જેમાં 6 મહત્વના વિભાગોની માંગણીઓ પર ચર્ચાઓ કરાઈ છે. શ્રમ કૌશલ્ય, પંચાયત અને ગ્રામ વિકાસ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની માંગણી પર ચર્ચાઓ કરવામાં આવી છે. ગૃહમાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે ધારાસભ્ય કુંવરજી હળપતિએ વિચાર રજૂ કર્યો હતો.


શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે વિચાર

વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માંગણી મુદ્દે ધારાસભ્ય કુંવરજી હળપતિએ ગૃહમાં વિચાર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ફ્લાવર નહીં ફાયર છે. જિંદગી લંબી નહીં બડી હોની ચાહિયે, આપણે ટેકનોલોજીમાં બાહુબલી છીએ. રાજ્ય સરકારે બહેનોને તાલીમ આપીને પગભર બનાવી છે. જ્યારે હું ભણતો હતો ત્યારે પ્રાથમિક શાળા નહોતી. પરંતુ આજે ગામેગામ આઈટીઆઈ છે.

બીજી બેઠક બપોરે અઢી વાગ્યે શરૂ થશે

વિધાનસભામાં બીજી બેઠક બપોરે અઢી વાગ્યે શરૂ થશે. જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ માટે ફાળવાયો છે. ગૃહમાં બીજી બેઠકમાં 6 વિભાગોના પ્રશ્નો અંગે ચર્ચાઓ થશે. બિન સરકારી સભ્યોના કામકાજ અને સમિતિના અહેવાલ પર પણ ચર્ચાઓ કરાશે. ચાર વિભાગની માગણી પર ચર્ચાઓ થશે.

આ પણ વાંચોઃ Railway News : અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે ઠગાઈ કરનાર આંતરરાજય ગેંગનો પર્દાફાશ, આરપીએફએ 2 આરોપીને ઝડપ્યા



  • Follow us on: