મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક મંગળવાર, 2 ડિસેમ્બરે સવારે 10:15 કલાકે સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલમાં ગાંધીનગર ખાતે યોજાશે. આ બેઠક કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને બેંકો દ્વારા અપાતા ધિરાણ સહાય તથા ફ્લેગશીપ પ્રોગ્રામ્સમાં બેંકોના પરફોર્મન્સની સમીક્ષા તથા સુઝાવો માટે સમયાંતરે યોજવામાં આવતી હોય છે.
સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે
2025ના નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ દેખાવ કરનારા 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાશે. આ ઉપરાંત સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં વિવિધ યોજનાકીય ક્ષેત્રોમાં બેંકોની થયેલી કામગીરીની ઓડિયો વિઝ્યુઅલ પ્રસ્તુતિ અને સર્વગ્રાહી સમીક્ષા પણ હાથ ધરવામાં આવશે.













