ગાંધીનગરમાં સચિવાલય ખાતે અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વચ્ચે એક મહિલાએ ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. અનાજના પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે આવેલી મહિલાએ ઝેર પી લેતા દોડાદોડી મચી જવા પામી હતી.


મહિલાને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડાઈ

ગાંધીનગર સચિવાલયમાં સ્વર્ણિંમ સંકુલ-1 ખાતે અંકલેશ્વરથી એક મહિલા પતિ અના નાના બાળકો સાથે અનાજના પ્રશ્નને લઈને રજૂઆત કરવા માટે આવી હતી. કોઈ કારણ સર આ મહિલાએ અચાનક ઝેર ગટગટાવી લીધું હતું. ત્યાર બાદ આ મહિલાને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.

પતિ અને નાના બાળકો પણ મહિલા સાથે હતાં

એમ્બ્યુલન્સમાં જ્યારે તેને લઈ જવામાં આવતી હતી ત્યારે તેના પતિની આંખમાં આસુ જોવા મળ્યા હતાં. આ મહિલાએ કયા કારણોસર ઝેર ગટગટાવ્યું તેને લઈને સમગ્ર સચિવાલયમાં સવાલો ઉભા થયા હતાં. અનાજના પ્રશ્નની રજૂઆત માટે આવેલી મહિલાએ અચાનક આ પગલુ કેમ ભર્યું તે અંગે પણ અનેક સવાલો ઉભા થયાં છે.


આ પણ વાંચોઃ Morbi: GSTના મેગા દરોડા, સીરામીક યુનિટ્સ અને આંગડિયા પેઢીઓ નિશાન પર


  • Follow us on: