ગુજરાતમાં વાહનો પર અનઅધિકૃત રીતે લગાવવામાં આવેલી સફેદ LED લાઈટ અને વધુ તીવ્રતાવાળા હેડ લેમ્પ્સ સામે વાહન વ્યવહાર વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંગે વારંવાર મળેલી રજૂઆતો બાદ તંત્ર સક્રિય થયું છે. વાહન વ્યવહાર વિભાગે આવી લાઈટ વાળા વાહનો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે.
અકસ્માતો અને જાનહાનિનો ભય
વાહન વ્યવહારે જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે વધુ પડતી તીવ્રતાવાળી આ લાઇટ્સને કારણે સામેથી આવતા અન્ય વાહનચાલકોની આંખો અંજાઈ જાય છે.જેના પરિણામે અકસ્માત થવાની સંભાવના રહે છે.આવા અકસ્માતોને લીધે ક્યારેક ગંભીર ઈજાઓ અથવા તો મૃત્યુ પણ થતા હોવાથી આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે.













