ગાંધીનગરના મગોડી પાસે ડમ્પરની ટક્કરથી મુસાફરો ભરેલી એસટી બસે ટક્કર મારી છે અને આ ટક્કરથી બસ ઉલટી પડી હતી અને રોડ થોડાક સમય માટે બ્લોક થયો હતો, અને અકસ્માતમાં 4 વાહનો અંદોરઅંદર અથડાયા હતા, ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને 108 એમબ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.


બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ

ગાંધીનગરના મગોડી પાસે બસે પલટી મારી હતી અને ડમ્પરની ટક્કરથી આ બસને નુકસાન પણ થયું છે, બસના મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે, બસમાં 40 મુસાફરો સવાર હતા અને આ ઘટના બની હતી, તો પોલીસે પણ ડમ્પર ચાલકની અટકાયત કરી છે અને અકસ્માતનો ગુનો નોંધ્યો છે. 

પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો

ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, ગુજરાતમાં ઘણી વાર એસટી બસના અકસ્માતો થયા છે અને મુસાફરોને ઈજા પહોંચી છે, કયારેક ડ્રાઈવરની બેદરકારી પણ હોય છે જેના કારણે અકસ્માત થતા હોય છે, પરંતુ આ અકસ્માતમાં ડમ્પરે એસટી બસને ટક્કર મારી અને તેના કારણે બસે પલટી મારી હોવાની વાત સામે આવી છે, તો મુસાફરોને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


આ સમાચાર પણ વાંચો : નવ રચિત ગાંધીધામ મહાનગરપાલિકાને એક જ દિવસમાં એક સાથે 176 કરોડના 66 વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


  • Follow us on: