દેશની પ્રથમ કો-ઓપરેટિવ ટેક્સી સર્વિસ 'ભારત ટેક્સી એપ' આજથી સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે. સહકારિતા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ નવી કેબ સર્વિસ સીધી રીતે ઓલા-ઉબર અને રેપિડો જેવી પ્રાઈવેટ રાઈડ-હેલિંગ કંપનીઓની મોનોપોલીને પડકારશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વિજ્ઞાનભવનમાં ભારત ટેક્સીને સત્તાવાર લોન્ચ કરી છે. ત્યારે આ ટેક્સીની પ્રથમ તબક્કામાં ગુજરાતના અમદાવાદ અને રાજકોટ તેમજ દિલ્હીથી શરૂ થઈ છે
વડાપ્રધાન મોદીએ દેશને આપી નવી ભેટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહના માર્ગદર્શનમાં દેશમાં સહકારિતા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.આ દિશાની એક ક્રાંતિકારી પહેલ એટલે ભારત ટેક્સી. ભારત ટેક્સી એ દેશની સૌપ્રથમ સહકારિતાના મોડલ પર સંચાલિત ટેક્સી સેવા છે.પ્રારંભિક તબક્કે આ સેવા ગુજરાતના અમદાવાદ અને રાજકોટ તેમજ દિલ્હીથી શરૂ થઈ છે અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં શરૂ થશે.













