રાજ્યમાં વસતી ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે. વસતી ગણતરી નિયામક દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે. સ્ટાફ, તાલીમ, સ્ટાઇપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરયાદી તૈયાર થશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ થશે.વસતી ગણતરી માટે કર્મચારીઓ પોતાનો મોબાઇલ વાપરશે.કર્મચારીઓને એક નિશ્ચિત માનદ વેતન ચૂકવાશે


ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરાશે

ગુજરાતમાં વસતી ગણતરીને લઇને નિયમો અને વિગતો સામે આવી છે. રાજ્યમાં બે તબક્કામાં વસતી ગણતરી કરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘર યાદી અને મકાન યાદી તૈયાર કરાશે. ફેબ્રુઆરી 2027થી વસતી ગણતરી શરૂ કરવામાં આવશે. વસતી ગણતરી કરનારા કર્મચારીઓ કામગીરી માટે પોતાનો જ મોબાઈલ વાપરશે.

તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે

કર્મચારીઓ અને અધિકારીઓેને તબક્કાવાર નિશ્ચિત માનદ વેતન ચકવવામાં આવશે. રાજ્ય વસ્તિ ગણતરી નિયામક દ્વારા વસ્તી ગણતરી માટે સ્ટાફ, તાલીમ અને જરૂરી સ્ટાઈપેન્ડ સહિતના મુદ્દા અંગે વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે.વસતીગણતરી કરનારા કર્મચારીઓેને તાલીમ આપવામાં આવશે, આ ઉપરાંત ટેકનિકલ સહાય પણ પૂરી પાડવામાં આવશે.


આ પણ વાંચોઃ Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો


  • Follow us on: