ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતે યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની સફળતા અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે,બે દિવસીય રીજનલ સમિટ દરમિયાન કચ્છ-સૌરાષ્ટ્રમાં રૂ. 5,78,330 કરોડના સંભવિત રોકાણના લક્ષ્યાંક સાથે કુલ 5492 પ્રોજેક્ટસ માટે MoU સંપન્ન કરવામાં આવ્યા છે.આ સમિટ અંતર્ગત કરવામાં આવેલા MoU થકી રાજ્યભરમાં 6,26,253 જેટલી રોજગારીની નવી તકો ઊભી થશે.


306 પ્રોજેક્ટ્સ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,આ સમિટમાં કચ્છ જિલ્લો રોકાણ ક્ષેત્રે મોખરે રહ્યો છે.કચ્છમાં સૌથી વધુ રૂ.1,25,017 કરોડના રોકાણ માટે કુલ 458 પ્રોજેક્ટ્સના MoU થયા છે.જેના માધ્યમથી કચ્છમાં 48419 નાગરીકોને રોજગારીની તક પ્રાપ્ત થશે.રોકાણની દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો બીજા ક્રમે રહ્યો છે,જ્યાં રૂ. 60 હજાર કરોડના રોકાણ સાથે 306 પ્રોજેક્ટ્સ માટે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

181143 જેટલા નાગરીકો માટે રોજગારીનું સર્જન

આ ઉપરાંત અમરેલી જિલ્લામાં રૂ. 36 હજાર કરોડના સંભવિત રોકાણ સાથે 62 પ્રોજેક્ટ્સ માટે MoU અને રાજકોટ જિલ્લામાં રૂ. 23 હજાર કરોડના માતબર રોકાણ સાથે સૌથી વધુ 2921 પ્રોજેક્ટ્સ માટે MoU કરવામાં આવ્યા છે.આ સમગ્ર સમિટ દરમિયાન પાવર, ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ રૂ. 455065 કરોડના સંભવિત રોકાણ માટે MoU હસ્તાક્ષરિત કરવામાં આવ્યા છે. આ પ્રાદેશિક રોકાણો ઉપરાંત વિવિધ સ્થળોએ કુલ 262293 કરોડના રોકાણના અન્ય 29 MoU સમિટ કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા રાજ્યમાં અંદાજે 181143 જેટલા નાગરીકો માટે રોજગારીનું સર્જન થશે.


આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું


  • Follow us on: