પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેર ખાતે આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં રહેલા ભગવાન બુદ્ધના અવશેષો મોકલવામાં આવશે. મંગળવારના રોજ આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ અવશેષોને કોલંબો મોકલશે.
ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ મંગળવારના રોજ બપોરે સવા ચાર વાગ્યે મુખ્યમંત્રી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં આગમન થશે.તે સમયે બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષોના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બાદમાં પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે.













