રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં પૂરી પાડી હતી.ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને વડાપ્રધાન મોદીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે. તેમણે કેચ ધ રેઈન અભિયાન અને જળસંચય માટેની જે રાષ્ટ્રવ્યાપી મુહિમ ચલાવી છે તેનો વધુને વધુ લાભ ગુજરાતને મળે તેના પર આપણું ફોકસ છે.


જળસંચયના વ્યાપક કામો ત્વરાએ કરવા તાકિદ

રાજ્યના જિલ્લાઓમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનના કામોની હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં જળસંચયની કામગીરી ઓછી થઈ છે તેને પણ વધુ કામો કરવાનું બળ મળે તેવા વાતાવરણની મુખ્યમંત્રીશ્રીએ હિમાયત કરી હતી.તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય-જળ સંગ્રહના કામો માટે ફાળવેલી છે તેનો પણ ઉપયોગ જિલ્લાઓમાં જળસંચયના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્યને ફાળવાયેલી 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સહાયનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-26 પહેલા થઈ જાય તે માટે જળસંચયના વ્યાપક કામો ત્વરાએ હાથ ધરવા આ બેઠકમાં તાકીદ કરી હતી.

ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે કહ્યું કે, જળસંચય-જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની છે.જુના બોર રિચાર્જ કરવાના 90 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપે તેવો જે નિર્ણય કર્યો છે તેનાથી મોટો ફાયદો થયો છે તેમ પણ જણાવીને કેન્દ્રીય મંત્રીએ જળસંચયના કામોમાં NGOsને વધુ જોડવા માટે યાદી બનાવીને તેમને મોટીવેટ કરવા પર ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું કે, વડાપ્રધાનના દિશા દર્શનમાં અમલી થનારી વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) યોજનામાં જે ફંડ મળશે તેના 40 ટકા જળસંચય-જળસંગ્રહના કામો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદારતમ જોગવાઈ કરવામાં આવેલી છે.

આ પણ વાંચોઃGandhinagar News: ગુજરાતને બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ પુરસ્કાર એનાયત કરાયો



  • Follow us on: