મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.
ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૂ-રાજકીય તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં ઉપલબ્ધ LPG સ્ટોકનું પરિવહન અને કાર્યક્ષમ રીતે વિતરણ માટે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ છે. એમ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયુ છે. ગુજરાત રાજ્યમાં 30% ઘરેલુ ગેસ PNG GAS PIPELINE મારફત પૂરો પાડવામાં આવે છે. PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી ગુજરાત રાજ્યની પરિસ્થિત વધારે સારી છે.













