ગુજરાતના આરોગ્ય વિભાગે કુટુંબની વ્યાખ્યામાં ફેરફાર કર્યો છે. તબીબી સારવાર નિયમો 2022માં મહત્વનો ફેરફાર કર્યો છે. કર્મચારીના પરિવારમાં આશ્રિત ભાઈ બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશ્રિત માટે આવકની મર્યાદા 500 રૂપિયા રાખવામાં આવી છે. આવક મર્યાદા ઓછી હશે તો જ આ યોજનાનો લાભ મેળવી શકાશે. આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક પરિપત્ર કર્યો છે.
કર્મચારીના પરિવારમાં આશ્રિત ભાઈ-બહેનોનો સમાવેશ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 2015ના ઠરાવથી રાજ્ય તબીબી સારવાર નિયમો અમલમાં આવ્યા હતાં. આ નિયમો અંગે તબીબી સારવારનો ખર્ચ મંજૂર કરવાના કેસોમાં 2015ના ઠરાવમાં આપેલા નિયમોના નિયમ-2માં આપેલા કુંટુંબની વ્યાખ્યા અન્વયે અર્થઘટનના પ્રશ્નો ઉપસ્થિત થતા હતાં. જેના નિવારણ માટે ગુજરાત રાજ્ય સેવા તબીબી નિયમોમાં કુંટુંબની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે.













