ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યો માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં એક યોગ સંવાદ કાર્યક્રમ એક કદમ યોગમય વિધાનસભા તરફનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના એક મહત્વપૂર્ણ ભાગરૂપે યોજાયો હતો.જેનો મુખ્ય હેતુ વિકસિત ગુજરાત વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા માટે યોગને જન આંદોલન બનાવવાનો છે.વડાપ્રધાન મોદીએ વધતી જતી ઓબેસિટી મેદસ્વીતા સામે ચિંતા વ્યક્ત કરી હતી.


સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં ચાલુ વર્ષને 'સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન તરીકે જાહેર કરવામાં આવ્યું છે.આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલની આગેવાનીમાં ઉત્સાહ પૂર્વક સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.એક કદમ યોગમય વિધાનસભા તરફ કાર્યક્રમ થકી રાજ્યના સર્વે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં એક બૂથ એક યોગ ક્લાસના અભિગમ સાથે યોગનો વ્યાપ વધારે અને પોતાની વિધાનસભાને યોગમય વિધાનસભા તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં આગળ વધવાનું છે.

સ્વસ્થ મન અને સ્વસ્થ તન

સાત્વિક આહાર અને યોગ દ્વારા નાગરિકોને મેદસ્વીતા અને તેનાથી થતા રોગોથી મુક્ત કરી વિકસિત ગુજરાતના ઘડતરમાં સહભાગી બનવા આપણે સૌએ પ્રયત્ન કરવો પડશે તો જ સારા પરિણામ આવશે.સ્વસ્થ મન અને સ્વસ્થ તન સાથે રાજ્યની વિકાસયાત્રા વધુ આગળ વધશે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ નાગરિકોને યોગ સાથે જોડવાની યોગ બોર્ડની સફળતાને ધારાસભ્યોના સહયોગથી પાંચ કરોડ નાગરિકો સુધી પહોંચાડીને વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર બનાવવાના ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ એજન્સીઓ પર પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ સઘન તપાસ ઝુંબેશ


  • Follow us on: