ભાવનગરના મેથાળા બંધારાની કામગીરીથી ક્ષાર નિયંત્રણની સાથે તેમાં વરસાદી પાણી સંગ્રહ થવાથી ૧૦ ગામની ૬,૫૫૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આ મેથાળા બંધારાની જગ્યાએ વન વિભાગને વલ્લભીપુરના મોણપુર ખાતે પ૯૮.ર૪ર૭ હેક્ટર બિન જંગલ જમીન ફાળવવામાં આવી છે.


598.2427 હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે

રાજ્ય સરકારના નિર્ણયથી આ વિસ્તારના ખેડૂતો તેમજ ગામજનોને ખૂબ મોટો ફાયદો થશે તેમ, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. મંત્રી મોઢવાડિયાએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મેથાળા ગામ પાસે બગડ નદી ઉપર બંધારાની મહત્વાકાંક્ષી યોજનામાં વન વિભાગી કુલ પ૯૮.ર૪ર૭ હેક્ટર જમીન ડુબાણમાં જાય છે. આ પરિયોજના માટે કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીના ભાગરૂપે સૈદ્ધાંતિક મંજૂરી તા. ૧૫ માર્ચ ર૦ર૪ના રોજ આપવામાં આવી હતી. તેની સામે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામના સર્વે નં ૫૧૫/૧ ની ૫૯૮.૨૪૨૭ હેક્ટર બિન જંગલ જમીન વન વિભાગને ફાળવવામાં આવી છે.

ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે

આ જમીન રાજ્યના પ્રસિદ્ધ ‘વેળાવદર નેશનલ પાર્ક’ની નજીક હોવાથી કાળીયાર અને અન્ય વન્યજીવો માટે મહત્વના હેબીટાટ તરીકે ઉપયોગી બની રહેશે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, તળાજા તાલુકાની મેથાળા બંધારા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૮૫ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. વર્ષોથી પડતર મેથાળા બંધારા યોજનાની કામગીરી આ વિસ્તારમાં ક્ષાર નિયંત્રણ માટે ખૂબ અગત્યની છે. આ યોજનાથી અંદાજે ૬૫૫ મીટર ઘનફૂટ વરસાદી પાણી સંગ્રહ થવાથી ૧૦ ગામો સાથે ૬,પ૫૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે એટલું જ નહીં પરંતુ ભૂગર્ભજળ રીચાર્જ થવાની સાથે કૂવા-બોરવેલમાં પાણીના સ્તર ઉંચા આવશે. વધુમાં બંધારાના કારણે દરિયાઈ પાણી આગળ વધતું રોકાવાથી આ વિસ્તારમાં ક્ષારનું પ્રમાણ પણ આગળ વધતું અટકશે જેથી આ વિસ્તારના ખેડૂતો માટે આ પરિયોજના આશીર્વાદ સમાન બની રહેશે. ટેન્ડરની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે બે વર્ષમાં આ યોજના પૂર્ણ કરવામાં આવશે તેમ,મંત્રી પટેલે ઉમેર્યું હતું.


આ પણ વાંચો : Bhavnagarના અકવાડા ગુરુકુળ નજીક 4 મકાનમાં ચોરી, જુઓ Video


  • Follow us on: