ગુજરાત પોલીસ દળમાં જોડાવા જઈ રહેલા LRDના ઉમેદવારો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો અને રાહતદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે હવે LRD ઉમેદવારોને તેમની પસંદગી મુજબના પોસ્ટિંગ માટે ઓપ્શન આપવામાં આવશે. ગૃહમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવવામાં આવ્યા છે. આ પ્રક્રિયા હેઠળ ઉમેદવારોને પૂછીને જ તેમની પોસ્ટિંગની જગ્યા નક્કી કરવામાં આવશે.


ઉમેદવારોને પોસ્ટિંગ માટે ઓપ્શન અપાશે

સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઉમેદવારોને શક્ય હોય ત્યાં સુધી તેમના ઘરની નજીકના વિસ્તારમાં અથવા પસંદગીના જિલ્લામાં પોસ્ટિંગ મળી રહે, જેથી તેઓ પારિવારિક જવાબદારીઓ સાથે પોતાની ફરજ વધુ સારી રીતે બજાવી શકે. આ નિર્ણયથી હજારો નવયુક્ત પોલીસ જવાનોમાં આનંદની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે પોસ્ટિંગ માટે જે અસમંજસની સ્થિતિ રહેતી હતી, તે હવે દૂર થશે. નજીકના વિસ્તારમાં પોસ્ટિંગ મળવાથી જવાનોની કાર્યક્ષમતામાં પણ વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: