મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન- GRITની બીજી ગવર્નિંગ બોડીના અધ્યક્ષસ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, GRIT વિકસિત ગુજરાત@2047 અને ગુજરાત@2035નો રોડ મેપ સાકાર કરવામાં મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે. GRIT દ્વારા વિભાગોના અને વિવિધ યોજનાઓના રોજબરોજના કામોના ડેટા ઉપલબ્ધ થઈ ગયા છે. તેના અસરકારક અમલીકરણ અને કામોને વધુ ગતિ આપવા આ ડેટા મહત્વપૂર્ણ બનશે. મુખ્યમંત્રીએ આ બેઠક પહેલાં વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમનું લોકાર્પણ GRITની કચેરીમાં કર્યું હતું.


પોલિસી મેકર્સને વધુ સરળતા રહેશે

આ સ્ટ્રેટેજી રૂમમાં વિકસિત ગુજરાત @2047 ના લક્ષ્યોની પ્રાપ્તિ માટેની થઈ રહેલ વિવિધ કામગીરીઓ અને પ્રગતિનું એનાલિસિસ તથા યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન અને કી પરફોર્મન્સ ઇન્ડિકેટર – કે.પી.આઇ. ડેટા ટ્રેકિંગ સહિતની બહુવિધ કામગીરી હાથ ધરાશે. મુખ્યમંત્રી અને મંત્રીઓએ સ્ટ્રેટેજી રૂમમાં ઉપલબ્ધ ડિજિટલ ડેશ બોર્ડ, લાઇબ્રેરી, પોડકાસ્ટ એરિયા તથા સંશોધન અને વિશ્લેષણની ઉપલબ્ધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આયોજન પ્રભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા રાજ્યના જિલ્લાઓના ડિસ્ટ્રિક્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એસ્ટીમેટ્સનું વિમોચન પણ કર્યું હતું. આયોજન પ્રભાગે કરેલી આ નવતર પહેલથી હવે, બધા જ ઈન્ડિકેટર્સમાં ઈફેક્ટિવ લોકલ ડેવલપમેન્ટ પ્લાનિંગ તથા ઈન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ માટે પોલિસી મેકર્સને વધુ સરળતા રહેશે.

GRIT ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે ઉભરી આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રચના થયાના 15 મહિનાના ટૂંકા સમયમાં જ GRIT ભવિષ્યલક્ષી થિંક ટેન્ક તરીકે ઉભરી આવ્યું છે તે માટે યુવા અને ઉત્સાહી ટીમની પ્રસંશા કરી હતી.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ GRITના આ ડેટાની વિગતોનું ઈન્ટિગ્રેશન કરીને આગામી બજેટ તૈયાર કરવામાં વિભાગો ઉપયોગમાં લઈ શકે તેવો સુજાવ આપ્યો હતો.મુખ્યમંત્રીએ ફોરવર્ડ લુકિંગ પોલિસી રિસર્ચ, ઈનોવેશન અને ટ્રાન્સફોર્મેશનલ ગવર્નન્સ માટે GRITને વધુ સક્ષમ અને પ્રિમિયર ઈન્સ્ટીટ્યુટ તરીકે પ્રસ્થાપિત કરવાની દર્શાવેલી પ્રતિબદ્ધતાને ગવર્નિંગ બોડીની આ બીજી બેઠકમાં સૌ સભ્યોએ બિરદાવી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar: 26 કરોડના રોકાણ કૌભાંડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપી ઝડપાયા


  • Follow us on: