મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2026ને ત્રણ મુખ્ય કર્તવ્યોના આધારે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું બજેટ ગણાવ્યું હતું.આર્થિક વૃદ્ધિને વેગ આપીને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, લોકોની અપેક્ષા પૂર્ણ કરીને કેપેસિટી બિલ્ડીંગથી દેશની સમૃદ્ધિમાં સક્રિય જનભાગીદારી અને સૌના સાથ સૌના વિકાસને વધુ ગતિ આપવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં પ્રતિબિંબિત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ-2026ને આવકાર આપવા સાથે ગુજરાતને આ બજેટથી થનારા લાભ અંગેની વિસ્તૃત ભૂમિકા ગાંધીનગરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આપી હતી.
ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ
મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીની વિઝનરી લીડરશીપમાં આ બજેટને રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતા વિકસિત ભારત માટેનો કોન્ટમ જમ્પ આપનારું બજેટ ગણાવ્યું હતું. ભારત આજે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ ગતિ કરી રહ્યું છે ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતનાં લક્ષ્યને સિદ્ધ કરવા તરફનું મહત્વનું કદમ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રીય બજેટમાં ફાર્મા સેક્ટરમાં ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી સાથેના બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ દ્વારા દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સેમીકન્ડક્ટર મિશન 2.0નો લાભ મળશે
આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી યોજનાઓનો લાભ રાજ્યના ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે.રાજ્યના 42.9 લાખથી વધુ MSME અર્થતંત્રની બેકબોન છે તેનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારનાં આ વર્ષનાં બજેટમાં “ચેમ્પીયન MSME”ના નિર્માણ માટે ૧૦ હજાર કરોડના SME ફંડની જાહેરાત કરી છે.તેનાથી MSME સેક્ટરને સીધો લાભ મળશે અને લિક્વિડીટી વધશે.ગુજરાત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.તેને બજેટમાં જાહેર થયેલા ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0નો લાભ મળશે.
કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ
ગુજરાત આવનારા સમયમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા સજ્જ થયું છે તેને બજેટમાં જાહેર થયેલા ખેલો ઇન્ડિયા મિશન કાર્યક્રમથી વધુ પ્રેરણા અને બળ મળશે.મુખ્યમંત્રીએ ગુજરાત નેશનલ ગ્રોથમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેનો વિશેષ ઉલ્લેખ કરતા કહ્યું કે, 16 માં નાણાંપંચ અંતર્ગત ગુજરાત માટે સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48 ટકાથી વધારીને 3.75 ટકા કરવામાં આવ્યું છે. આના પરિણામે રાજ્યમાં ગ્રામીણ ક્ષેત્રો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ મળશે તેવો મત તેમણે દર્શાવ્યો હતો. દેશમાં 15 હજાર જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે તેનો લાભ ગુજરાતનાં મહત્વકાંક્ષી યુવાનોને મળશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી
આ પણ વાંચોઃ Gandhinagar News: 2024માં વિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય બન્યું