77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.આજરોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિર ખાતે યોજાયેલા પારિતોષિક વિતરણ સમારોહમાં કેન્દ્રિય રાજ્ય રક્ષામંત્રી સંજય સેઠના હસ્તે આપવામાં આવેલી આ ટ્રોફી અને પ્રમાણપત્રનો ગુજરાત રાજ્ય વતી મુખ્યમંત્રીના અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને માહિતી કમિશનર કિશોર બચાણીએ સ્વીકાર કર્યો હતો.
સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ
સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ વિષય આધારિત ચાલુ વર્ષનો ટેબ્લો ગુજરાત સરકારની માહિતી કમિશનર કચેરી દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.માહિતી કમિશનર કિશોર બચાણીના દિશાદર્શન અને અધિક માહિતી નિયામક અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને ફિલ્મ પ્રોડક્શન શાખાના નાયબ માહિતી નિયામક ભાવના વસાવા દ્વારા આ ટેબ્લો નિર્માણની સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી હતી.













