મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન પહેલા શરૂ કરાયો હતો. આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી, આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે.


અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી

ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર


  • Follow us on: