નાગરિકોને આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં રાજ્યમાં આરોગ્યની સેવા છેવાડાના માનવી સુધી પહોચી રહી છે. રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇ ગામડાઓમાં ગ્રામજનોને પ્રાથમિક તબીબી સારવાર ઘર આંગણે મળી રહે તે હેતુથી રાજ્યમાં ૧૦૨ મોબાઇલ હેલ્થ યુનિટ અને ૩૫ મોબાઈલ મેડીકલ યુનિટ એમ કુલ ૧૩૭ મોબાઇલ હેલ્થ - મેડીકલ યુનિટ સેવારત છે.
મેડીકલ યુનિટની ઓ.પી.ડી. સેવાનો લાભ લઇ ચૂક્યા છે ગુજરાતવાસીઓ
જે પૈકી ૮૦ આદિજાતિ વિસ્તારમાં, ૨૩ અગરિયા વિસ્તારમાં, ૧૧ રણ વિસ્તારમાં, ,ચાર જંગલ વિસ્તારમાં અને ૧૯ સામાન્ય વિસ્તારમાં મોબાઇલ હેલ્થ - મેડીકલ યુનિટ કાર્યરત છે. સપ્ટેમ્બર – ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩.૫ લાખથી વધુ નાગરિકોએ મોબાઇલ હેલ્થ - મેડીકલ યુનિટની ઓ.પી.ડી. સેવાનો લાભ લઇ ચૂક્યા છે.













