આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયબર ક્રાઈમ, ટેકાના ભાવે ખરીદી અને વડાપ્રધાન મોદીના આગામી પ્રવાસને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકારોને કહ્યું હતું કે, આગામી સમયમાં સુરત દેશનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બને તેવું આયોજન કરવામાં આવ્યું છે.


સુરત દેશનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, સુરત દેશનું પ્રથમ સ્લમ ફ્રી સિટી બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. 10 લાખથી વધુ વસતીમાં કોઈ શહેર નથી જેથી સુરત તેમાં આગળ આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક કરોડથી વધુ આવાસની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં 5.50 લાખ નવા મકાનો બનાવવાનું પણ આયોજન છે. રાજ્યમાં ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારવામાં આવશે. નાબાર્ડ તરફથી રાજ્યમાં સહકારી બેંકોનો વ્યાપ વધારાશે. ગુજરાતમાં નવી 9 જિલ્લા સહકારી બેંકો શરૂ કરાશે.

વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવશે

તેમણે ટેકાના ભાવે ખરીદી અંગે કહ્યું હતું કે, ખેડૂતો પાસેથી મગફળી, સોયાબિન અને અડદ સહિતની જણસીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનું ચૂકવણું પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને 6 હજાર કરતાં વધુ રકમ ચૂકવી દેવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેથી કૃષિ વિભાગે ખેડૂતોને પોતાનો પાક સલામત રાખવા એલર્ટ કર્યા છે.જાન્યુઆરી 2026માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વાઈબ્રન્ટ સમિટ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે. 

પોલીસ કર્મચારીઓનો પગાર થશે

પોલીસ કર્મચારીઓના પગાર અંગે મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, આ માટે નાયબ મુખ્યમંત્રી ખૂબ ચિંતિત છે. પોલીસ કર્મચારીઓનો પગાર થશે. હું ગૃહમંત્રીનું ધ્યાન દોરીશ. કોંગ્રેસને જવાબ આપવાની કોઈ જરૂર નથી. કોંગ્રેસનું કામ આરોપ લગાવવાનું છે. ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં ગુજરાત અગ્રેસર છે. વિકસિત ભારતના રોડ મેપ અંગે તેમણે કહ્યું હતું કે, આ માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. GDPમા વધારો કરવા માટે CMએ સૂચનો કર્યા છે. જિલ્લાઓના GDP દરમા વધારો કરાશે. GDP ગ્રોથ સમાન રીતે 9 થી 10% થઈ શકે છે. 

બાળકીઓના સગર્ભા બનવા પર વાઘાણીનું નિવેદન

બાળકીઓના સગર્ભા બનવા પણ તેમણે કહ્યું હતું કે, દીકરીઓની વાત અત્યંત ગંભીર અને દુઃખદ છે. સરકાર માટે આંખ ઉઘાડનારી ઘટના છે. આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટનાઓમાં સરકાર કડકાઈ દાખવશે. સામાજિક જાગૃતિ પણ આવી બાબતોમાં જરૂરી છે. લગ્ન નોંધણી અંગે તેમણે કહ્યું હતું કે, આ મુદ્દો હાલ સરકારની વિચારણામાં છે. નાયબ મુખ્યમંત્રી અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા બેઠકો કરી રહ્યાં છે. તમામ સમાજોની રજૂઆતો મળી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી નિર્ણય કરાશે

  આ પણ વાંચોઃ Morbi News : શાપરમાં માયનોર કેનાલ ઓવરફ્લો થતાં પાણી ખેતરમાં ફરી વળ્યા, ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ


  • Follow us on: