ગુજરાતમાં ફરી અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો છે. ગુજરાત સરકારના વહિવટી વિભાગ દ્વારા બે IAS અધિકારીઓની બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યમાં મહત્વપૂર્ણ વહિવટી ફેરફારો કરવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરીને તેમને GUVNLના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.



ગુજરાતમાં બે આઈએએસ અધિકારીઓની બદલી

જ્યારે શાલિની અગ્રવાલની બદલી થતાં સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ગુજરાત વાહન વ્યવહાર નિગમના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ. નાગરાજનને નિમવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટ કમિશનર રાજેન્દ્ર કુમારને એમ.નાગરાજનનો વાઈચ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આમ ત્રણ અધિકારીઓની બદલી કરીને વહિવટી તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે.


  • Follow us on: