ગુજરાતમા ફરીવાર શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલન શરૂ થયું છે. પાટનગર ગાંધીનગરમાં આજે ટાટ પાસ ઉમેદવારો ભેગા થયા હતાં. તેમણએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણાં યોજી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માગ કરી હતી. ધરણાં કરી રહેલા ઉમેદવારોએ સુત્રોચ્ચાર કર્યા હતાં. કચ્છની જેમ ધો.9 અને 12માં શિક્ષકોની ભરતી કરવા માગ કરાઈ હતી.
ગાંધીનગરમાં ટાટ પાસ ઉમેદવારોના ધરણાં













