રાજ્યના તોલમાપ વિભાગે ગુજરાતમાં સોના-ચાંદી અને જ્વેલરી શો રૂમના 370 એકમોમાં દરોડા પાડ્યા છે. નિયત વજન કરતાં ઓછું વજન આપતા અનેક એકમો સામે ફરિયાદો સામે આવી હતી જેના પગલે દરોડા પડાયા હતા. તોલમાપ ખાતા દ્વારા તપાસ દરમિયાન વજન કાંટાની કડક તપાસ કરવામાં આવી હતી. રાજ્યમાં 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ કરવામાં આવ્યા છે.


 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયા

રાજ્યના 25 જિલ્લાઓમાં વિવિધ એકમો પર દરોડા કરવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન 273 એકમો સામે પ્રોસિક્યુશન કેસ નોંધાયા છે.

ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ના કર્યું

કેટલાક એકમોએ ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવાને લીધે પણ કાર્યવાહી કરવામાં આવી, અને નિયમો ભંગ કરવા બદલ કુલ રૂ. 6.97 લાખની સ્થળ માંડવાળ કરવામાં આવી.

અમદાવાદમાં 61 એકમોની તપાસ કરીને 22 કેસ કરાયા

તોલમાપ ખાતાએ અમદાવાદમાં 61 એકમોની તપાસ કરીને 22 કેસ કરાયા હતા તો ભરૂચ-નર્મદા જિલ્લામાં 27 એકમોની તપાસ કરાઇ હતી અને 25 કેસ કરાયા હતા.

જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં 21 એકમોની તપાસ કરીને 20 કેસ કરાયા

ઉપરાંત જૂનાગઢ-ગીરસોમનાથ જિલ્લામાં 21 એકમોની તપાસ કરીને 20 કેસ કરાયા છે અને ભાવનગર/બોટાદ માં 20 એકમોની તપાસ કરાઇ હતી જેમાં 17 સામે કેસ કરાયા છે. તો સુરત શહેર જિલ્લામાં 20 એકમોની તપાસ સામે 14 કેસ કરાયા હતા.

આ જિલ્લામાં પણ તપાસ

ઉપરાંત વડોદરા, પાટણ, છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ, મોરબી જિલ્લામાં પણ તપાસ હાથ ધરાઈ.


આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

  • Follow us on: