શામળાજીમાં આવેલ પ્રખ્યાત બૌદ્ધસ્તુપના વિકાસ અંગે ગૃહમાં ચર્ચા થઈ હતી. કોંગ્રેસના સવાલના જવાબમાં ગુજરાતના પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે શામળાજી બૌદ્ધસ્તુપ હજુ પૂરતી રીતે વિકસી શક્યું નથી. આ પર્યટન સ્થળને વધુ સુવિધાઓ અને સંવર્ધન માટે સરકાર દ્વારા યોજનાઓ બનાવી રહી છે.


સરકારે ફાળવેલી ગ્રાન્ટનો ખર્ચ જ ન થયો

મંત્રીએ જણાવ્યા મુજબ સરકારે છેલ્લા બે વર્ષમાં બૌદ્ધસ્તુપના વિકાસ માટે રૂ. 2.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ આ ગ્રાન્ટમાંનો મોટાભાગનો ખર્ચ હજુ થયેલો નથી.પ્રવાસન મંત્રીનું કહેવું હતું કે વિકાસ માટેની યોજના અમલમાં છે અને નાની-નાની પ્રાથમિક કામગીરી પૂરાં કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો---    Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે ઉમેદવારીનું ગણિત સંપૂર્ણ બદલાઈ શકે

  • Follow us on: